વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલેપમેન્ટ થશે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં પહોંચીને ગાંધીજીની પ્રતિમાને નમન કર્યુ હતુ અને પુષ્પાંજલિ અર્પી હતી.
મહાત્મા ગાંધીના આદર્શોને જાળવવા માટે આશ્રમના અને તેના આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર પ્રોજેક્ટ શું છે તેનું નિરીક્ષણ કર્યુ હતુ.
આ પ્રોજેક્ટ અંતર્ગત જય જગત માસ્ટર પ્લાન, જૂનુ રસોડુ, સરદાર કુટિર, રંગ શાળા અને દસ ઓરડી, બાળ મંદિર, દેહલુ પૂની કેન્દ્ર, કુટુંબ નિવાસ અને 1થી 4, ઉદ્યોગ મંદિર, હૃદયકુંજ, ગાંધી સ્મારક સંગ્રહાલયનો વિકાસ થશે, જે અંગેની વડાપ્રધાને જાણકારી મેળવી હતી.
તો વડાપ્રધાને સાબરમતી આશ્રમમાં વિઝિટર બૂકમાં લખાણ પણ લખ્યુ હતુ અને પોતાની આ મુલાકાત સમયના અનુભવોનો તેમાં ઉલ્લેખ કર્યો હતો.