લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યા પછી પોતાના મતવિસ્તાર વારાણસીની બીજીવાર મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપમાં વધુ કાર્યકરો સામેલ કરવાના અભિયાનનો પ્રારંભ કરતાં કાર્યકરોને સરકારના પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના વિઝન અંગે માહિતી આપી હતી. મોદીએ જણાવ્યું હતું કે, પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક સામાન્ય માનવી માટે શું મહત્ત્વ રાખે છે? તેથી ભાજપના કાર્યકરોએ તે અંગે જાણકારી રાખવી મહત્ત્વની છે. ભાજપના કાર્યકરોએ આ માહિતી જનતા સમક્ષ પ્રગટ કરવી જોઈએ. શા માટે ભારત મોટા સ્વપ્ન ન જોઈ શકે? ભારતીયો માટે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સંભવિત છે કેમ કે, ભૂતકાળમાં ઘણા કપરા સમયો છતાં ભારતે હંમેશાં પ્રગતિ જ કરી છે. આ વખતે પણ આપણે આગળ વધીશું અને લક્ષ્યાંક હાંસલ કરીશું.