માત્ર ગણતરીના દિવસોમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને તેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બહેનો રાખડી બાંધે છે. વડાપ્રધાનને રાખડી બાંધતી બહેનોમાં કમર મોહસિન શેખ નામની મહિલાના નામનો પણ સમાવેશ થાય છે જે મુખ્યત્વે પાકિસ્તાન સાથે જોડાયેલી છે. લગ્ન કરીને ભારત આવેલા કમર મોહસિન શેખના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા 25 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાંડે રાખડી બાંધે છે અને ફરી એક વખત તે માટે ઉત્સુક છે.
કમર મોહસિન શેખે આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલી છે. તેમના કહેવા પ્રમાણે જો વડાપ્રધાન મોદી તેમને બોલાવશે તો તે તેમને રાખડી બાંધવા જરૂર જશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદીને સરળ સ્વભાવના વ્યક્તિ ઠેરવતા તેમણે PM મોદી હંમેશા ભારતને આગળ લઈ જવા કામ કરે છે તેમ જણાવ્યું હતું.