Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદીએ રવિવારે 59મી વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 9મી નવેમ્બરના રોજ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન્યાયવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વનો સાબિત થયો છે. લોકોએ શાંતિ અને સદભાવનાના મૂલ્યોને સાબિત કર્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના ચોથા રવિવાર પ્રત્યેક વર્ષ NCC દિવસની ઉજવણી કરવામાં આવે છે. હું પણ તમારી માફક એક કેડેટ રહી ચુક્યો છું અને આજે પણ મારી જાતને એક કેડેટ માનું છું. વિશ્વના સૌથી મોટા યુનિફોર્મ્ડ યુથ ઓર્ગેનાઈઝેશનમાં ભારતના NCC નો સમાવેશ થાય છે. તેમા સેના, નૌ-સેના અને વાયુ સેનાનો સમાવેશ થાય છે.

PM મોદીએ કહ્યું કે 7મી ડિસેમ્બરના રોજ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવે છે. જ્યારથી આપણા સશસ્ત્ર દળોને યાદ કરી છીએ. આપણી પાસે તે દિવસે આર્મ્ડ ફોર્સીસનો ફ્લેગ હોવો જોઈએ. આપણા વીર સૈનિકોનું સ્મરણ કરીએ.

ફીટ ઈન્ડિયા મૂવમેન્ટથી તો તમે પરિચિત હશો. સ્કૂલ્સ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ ડિસેમ્બરમાં ગમે ત્યારે ઉજવી શકાય છે. તેમા બાળકો ચિત્રકારી, રમતગમત સ્પર્ધા અને યોગમાં સામેલ થઈ શકે છે. બાળકોને તેમા પરસેવો વહાવવો જોઈએ. તેનાથી ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધે છે. તમામ શાળા ફિટ ઈન્ડિયા રેન્કિંગમાં સામેલ થાય અને ફિટ ઈન્ડિયાને સહજ સ્વભાવ બનાવો. આ એક આંદોલન બને. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં ફિટનેસને લઈ શાળાના રેન્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. તેનાથી હાંસલ કરનારી તમામ શાળા ફિટ ઈન્ડિયા લોગો અને ફ્લેનો ઉપયોગ કરી શકે છે.

પુષ્કરમ, પુષ્કરાલુ, પુષ્કરઃ અંગે તેમણે કહ્યું હતું કે તે નદીઓના કિનારે ઉજવવામાં આવતો ઉત્સવ છે. પુષ્કરમ એક એવો ઉત્સવ છે જેમાં નદીના મહાત્મય, નદીના ગૌરવ, જીવનમાં નદીનું શું મહત્વ રહેલું છે તે અંગે જાણકારી આપે છે. તે દેશની 12 જેટલી અલગ અલગ નદીઓ પર જે ઉત્સવ યોજાય છે તે અંગે વિવિધ નામ છે. પ્રત્યેક વર્ષ એક નદી પર એટલે કે તે નદીનો નંબર 12 વર્ષ બાદ આવે છે. આ ઉત્સવ દેશના વિવિધ ક્ષેત્રોમાં 12 નદીઓ પર આવે છે. તે 12 દિવસ સુધી ચાલે છે.

જણાવી દઈએ કે PM મોદીએ ગત મન કી બાતમાં અયોધ્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચૂકાદા અગાઉ લોકોએ શાંતિપૂર્ણ રીતે રહેવા સલાહ આપી હતી. મોદીએ કહ્યું હતું કે અયોધ્યા કેસ પર 2010માં તણાવ ઉભો કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટનો ચૂકાદો આવ્યા બાદ દેશનો મૂડ બદલાઈ ગયા છે. સ્થિતિ સામાન્ય કરવામાં રાજકીય પક્ષો, સામાજીક સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

આ ઉપરાંત તેમણે ગુરુનાનક દેવજીના 550માં પ્રકાશપર્વ અંગે પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે ગુરુનાનક દેવના આદર્શો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. તેમને સેવાઓને હંમેશા સર્વોપરી ગણી હતી. ગુરુનાનક દેવજી માનતા હતા કે નિસ્વાર્થ ભાવથી કરાવમાં આવેલી સેવાની કોઈ કિંમત હોઈ શકે નહીં. તેઓ અસ્પૃશ્યતા જેવા સામાજીક દૂષણ સામે મજબૂત રીતે ઉભા રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ