વડાપ્રધાન નરેન્દ્ર મોદી1 ઓક્ટોબર, 2022ના રોજ ભારતમાં બહુપ્રતિક્ષિત 5G સેવાઓ લોન્ચ કરશે. શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. નિવેદન અનુસાર વડાપ્રધાન પસંદગીના શહેરોમાં 5G સેવાઓ શરૂ કરશે અને આગામી કેટલાક વર્ષોમાં ધીમે ધીમે સમગ્ર દેશમાં તેનો વિસ્તાર કરશે. ભારત પર 5Gની કુલ આર્થિક અસર 2035 સુધીમાં US$ 450 બિલિયન સુધી રહેવાનો અંદાજ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઑક્ટોબર, 2022ના રોજ ભારતમાં 5G સેવાઓ શરૂ કરશે અને 1-4 ઑક્ટોબર, 2022 દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાનારી ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે. નોંધપાત્ર રીતે 5G નેટવર્ક્સ 4G કરતાં અનેકગણી વધુ ઝડપે કામ કરે છે અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને અબજો કનેક્ટેડ ઉપકરણોને વાસ્તવિક સમયમાં ડેટા શેર કરવા સક્ષમ કરે છે. પ્રથમ તબક્કામાં જે શહેરોમાં આ સેવા શરૂ થશે તેમાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણેનો સમાવેશ થાય છે.