પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજની ગાંધીનગર યાત્રાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનને ખુલ્લુ મુકશે. આ પછી તેઓ મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસોત્સવમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રીના પ્રવચનને લઈ શિક્ષણજગતમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલીકરણનો રોડમેપ તૈયાર છે અને ગુજરાતમાં તેનો અમલ થવા જઈ રહ્યો છે. શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન સ્થળ અને પ્રધાનમંત્રીના રૂટ પર ગઇકાલે અધિકારીઓ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત હતા. જિલ્લાના અધિકારીઓએ બે વખત સમગ્ર રુટ પર ફરી અને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.