વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ(ગુરૂવાર)થી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. બે દિવસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તો અનેક કાર્યક્રમ લોકાર્પણ અને ઉદ્ઘાટન સહિતના કામ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ હિરાસર એરપોર્ટનું (Hirasar Airport) લોકાર્પણ કરવાના છે. તો સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ પણ આપવાના છે. સાથે જ PM મોદી ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું કરશે ઉદ્ધાટન કરશે.