વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 15 અને 16 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી અમદાવાદના GMDC મેદાનમાં સભાને સંબોધશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પીએમનો કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી અમદાવાદ ગાંધીનગર મેટ્રોનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે.