ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનામતની વિરુદ્ધ છે અને તે અનામત પરત લેવા માગે છે.
તેલંગણામાં આદિલાબાદ (એસટી) લોકસભા બેઠક હેઠળ આવતા નિર્મલમાં ચૂંટણી રેલીને સંબોધતા તેમણે દાવો કર્યો હતો કે હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી બે વિચારધારા વચ્ચેની લડાઇ છે. જેમાં કોંગ્રેસ બંધારણનું રક્ષણ કરવાનેો પ્રયત્ન કરી રહી છે. જ્યારે ભાજપ-આરએસએસ ગઠબંધન બંધારણ અને લોકોના અધિકારોને સમાપ્ત કરવા માગે છે.