વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના સ્વાગતમાં લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ઉત્સુક છે, આ સન્માનની વાત છે કે તેઓ કાલે આપણી સાથે હશે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એક ટ્વીટને રીટ્વીટ કરતાં આ વાત કહી, જેમાં તેઓએ કહ્યું કે, 'સમગ્ર ગુજરાત એક અવાજમાં કહે છે- નમસ્તે ટ્રમ્પ.' આ પહેલા 11 ફેબ્રુઆરીએ વડાપ્રધાને ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ માટે વેલકમ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ કરશે.