પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર જો બાઈડેન(Joe Biden)ને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા સમયમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ સાથે કાર્ય કરતા ભારત-અમેરિકાના સંબંધોને હજુ વધુ ઊંચાઈઓ પર લઈ જવાની આશા વ્યક્ત કરી છે. આ સાથે જ પીએમ મોદીએ ભારતીય મૂળના કમલા હેરિસ(Kamala Harris) ને અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ ચૂંટાઈ આવવા પર શુભકામનાઓ પાઠવી છે.
બાઈડેનને પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઈડેનને અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવવા પર શુભેચ્છા પાઠવતી એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે "તમારી શાનદાર જીત પર શુભેચ્છા જો બાઈડેન! ઉપ રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત કરવામાં તમારું યોગદાન મહત્વપૂર્ણ અને અમૂલ્ય રહ્યું. હું ભારત અને અમેરિકાના સંબંધોને વધુને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે એકવાર ફરીથી સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરું છું."