પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં કચ્છના એક દિવસના પ્રવાસે આવશે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે તેઓ કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતમાં વસતા પંજાબી ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે. એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી. નિવેદન મુજબ પ્રધાનમંત્રી કેટલાક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે અને કચ્છના ધોરડોમાં ખેડૂતો અને કલાકારો સાથે સંવાદ કરશે. મુખ્ય કાર્યક્રમ અગાઉ તેઓ કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરશે.
કાર્યક્રમની વિગતો...
પીએમ મોદી બપોરે 1 વાગે ધોરડો પહોંચશે. અહીં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમનું સ્વાગત કરશે.
ધોરડોમાં જાહેર સભા પહેલા પીએમ મોદી ખેડૂતોના ડેલીગેશન ને મળશે
વર્ષોથી કચ્છમાં સ્થાયી થયેલા પંજાબી ખેડૂતોને પીએમ મળશે
કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ એવા પંજાબી ખેડૂતો સાથે પીએમ સંવાદ કરશે
ત્યારબાદ પીએમ ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં બની રહેલા મેમોરિયલ ની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.
કચ્છી હસ્તકલા ના કારીગરો સાથે મુલાકાત કરશે પીએમ મોદી
ટેન્ટ સિટીના વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે પીએમ
દરિયાના પાણીને મીઠું બનાવવાના 4 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે પીએમ
સભાસ્થળે કચ્છના ગુંદીયાળી, સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ ના 4 ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે પીએમ મોદી
આ ઉપરાંત સૌરઉર્જા અને પવનચક્કી થી 30 હજાર મેગાવોટ વીજળી ઉતપ્પન કરવાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
સરહદ ડેરીના 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ પીએમ ભૂમિપૂજન કરશે
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ડેરી પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે પીએમ મોદી
ભૂમિપૂજન બાદ પીએમ મોદી જાહેરસભા ને કરશે સંબોધન
સાંજે પીએમ મોદી સ્મૃતિ વન પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળશે
ત્યારબાદ સફેદ રણની મુલાકાત લેશે પીએમ
સફેદ રણમાં સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત નિહાળશે
પીએમ મોદી સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે, જેમાં ઓસમાણ મીર અને ગીતા રબારી મારી માતૃભૂમિ થીમ પર પરફોર્મન્સ આપશે
સાંજે 7 કલાકે પીએમ મોદી ધોરડોથી રવાના થશે