બ્રુનેઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમના વિદેશ પ્રવાસના બીજા સ્ટોપ સિંગાપોર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે હોટલની બહાર મોટી સંખ્યામાં NRI હાજર હતા. પીએમ મોદી હોટલ પહોંચતા જ ભારતીય સમુદાયના સભ્યો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ત્યાં હાજર લોકો સાથે હાથ મિલાવ્યો અને એક વ્યક્તિને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો.