વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધીનગરથી નીકળીને કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરશે
ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે, આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા નદીની મહાઆરતી કરશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ જાહેર સભાને પણ સંબોધશે. આ ઉપરાંત તેઓ જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની પણ મુલાકાત લેશે અને તેની કામગીરીની સમીક્ષા કરશે. એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.
જણાવી દઈએ કે પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 જેટલા વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કરશે અને તે જ વખતે પ્રધાનમંત્રી નર્મદા નીરના વધામણાં કરશે. અને નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરશે. તે માટે ખાસ પ્લેટફોર્મ પણ હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
PM મોદી કેવડિયાનો કાર્યક્રમ
- સવારે 8થી 9.30 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ
- સવારે 9.30થી 10.00 વાગ્યે નર્મદા પૂજન કરશે
- સવારે 10થી 11.00 વાગ્યે દત્ત મંદિર,ચિલ્ડ્રન,ન્યુટ્રિશન પાર્કની મુલાકાત
- સવારે 11થી 12.00 વાગ્યે જાહેરસભા સંબોધશે
- બપોરે 1.15થી 2.30 વાગ્યે રાજભવનમાં રોકાણ
- બપોરે 2.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે