વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા નાશિકમાં દોઢ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. ત્યારબાદ કાલારામ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમને નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી. વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો. ત્યારે વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે આપણે બધા આપણી આસપાસના મંદિરની સાફ સફાઈ કરીએ. તેમને કહ્યું કે આપણે બધાને સાથે મળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવવાનું છે. મંદિર પરિસરને સાફ કરવામાં શ્રમદાન કરો.
બે કિલોમીટર લાંબો રોડ શો 35 મિનિટ સુધી ચાલ્યો હતો
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન (PM Modi in Nashik)નો રોડ શો નાસિકના હોટલ મિર્ચી ચોકથી શરૂ થયો હતો. વડાપ્રધાનના સ્વાગત માટે રોડ શોના માર્ગો પર હજારો લોકો હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા કલાકારો અને આદિવાસીઓએ પ્રસ્તુતિઓ આપી હતી. `નાસિક ઢોલ` જેવા વિશેષ જૂથોએ પણ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ રોડ શો લગભગ 35 મિનિટ સુધી ચાલ્યો હતો અને બે કિલોમીટરથી વધુનું અંતર કાપીને સંત જનાર્દન સ્વામી મહારાજ ચોક ખાતે સમાપ્ત થયો હતો.
પીએમ મોદીને પરંપરાગત પાઘડી પહેરાવવામાં આવી હતી
રોડ શો પછી પીએમ મોદી ગોદાવરી નદીના કિનારે સ્થિત રામકુંડ પહોંચ્યા, જ્યાં તેમને નાસિક પુરોહિત સંઘના પ્રમુખ સતીશ શુક્લાએ પરંપરાગત પાઘડી પહેરાવી. વડાપ્રધાને ત્યાં જળ પૂજન અને આરતી કરી હતી. તેઓ અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરુકુલ પીઠના વડા અન્નાસાહેબ મોરે, નાસિક સ્થિત કૈલાશ મઠના સ્વામી સંવિદાનંદ સરસ્વતી અને ભાજપના આધ્યાત્મિક સેલના તુષાર ભોસલેને પણ મળ્યા હતા.