પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે 7 હજાર કરોડની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ 4500 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી મહેસાણા-ભટિંડા-ગુરદાસપુર ગેસ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરાયેલા રેલવે પ્રોજેક્ટ્સમાં ચિત્તોડગઢ - નીમચ રેલ્વે લાઇન અને કોટા - ચિત્તોડગઢ ઇલેક્ટ્રીફાઇડ રેલ્વે લાઇનને બમણી કરવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ સ્વદેશ દર્શન યોજના હેઠળ નાથદ્વારામાં વિકસિત પ્રવાસન સુવિધાઓને રાષ્ટ્રને સમર્પિત કરી. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, પછાત વિસ્તારોનો વિકાસ તેમની સરકારની પ્રાથમિકતા રહી છે. તેમણે કહ્યું કે સરકારે દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓ પસંદ કર્યા છે જ્યાં વિકાસ કાર્ય થઈ રહ્યા છે.