પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે અસમના ધેમાજીના સિલાપાથરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું અને જનસભાને સંબોધી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નોર્થ ઈસ્ટ માટે નવું કરવા આવ્યો છું. આ સાથે જ તેમણે પૂર્વની સરકારો પર નોર્થ ઈસ્ટની સાથે સાવકો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અસમના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
પીએમ મોદીએ આ પ્રોજેક્ટ્સને કર્યા સમર્પિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ઓઈલની બોંગાઈગાવ રિફાઈનરીમાં ઈન્ડમેક્સ શાખા, ડિબ્રુગઢના મધુબનમાં ઓઈલ ઈન્ડિયા લિમિટેડના સેકન્ડરી ટેન્ક ફાર્મ અને તિનસુકિયાના મકુમના હેબડા ગામમાં એક ગેસ કમ્પ્રેસર સ્ટેશનને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ સાથે પ્રધાનમંત્રીએ ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ધાટન કર્યું અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો.