પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલા મૈત્રી સેતુ પુલ નું ઉદ્ધાટન કર્યું. આ ઉપરાંત પીએમ મોદીએ ત્રિપુરામાં અનેક અન્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ સેતુથી સંબંધ મજબૂત થયા છે.
મૈત્રી સેતુથી ભારત-બાંગ્લાદેશની મિત્રતા થઈ મજબૂત
પીએમ મોદી એ કહ્યું કે મારા બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મે અને શેખ હસીનાજીએ મળીને ત્રિપુરાને બાંગ્લાદેશ સાથે જોડનારા બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો અને આજે તેનું લોકાર્પણ થયું છે. આ પુલથી અમારી મિત્રતા મજબૂત થઈ છે. જે બંને દેશોમાં આર્થિક ગતિવિધિઓને પણ વધુ મજબૂત કરશે. તેમણે વધુમાં કહ્યું કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આ સેતુ બાંગ્લાદેશમાં કનેક્ટિવિટીમાં સુધાર કરશે. તે બંને દેશોના લોકો વચ્ચે સંચારમાં પણ સુધાર કરશે.