વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અરૂણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓએ વિશ્વની સૌથી લાંબી 'ટ્વિન-ટનલ' સેલા ટનલનું ઉદઘાટન કર્યું હતું. 'વિકસિત ભારત, વિકસિત ઉત્તર-પૂર્વ' નામક એક કાર્યક્રમમાં પણ તેઓએ ભાગ લીધો હતો. આ સાથે રૂ. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે યોજાયેલી 'ઉન્નતિ' પરિયોજનાઓનું પણ તેઓએ ઉદઘાટન કર્યું હતું તે ઉદઘાટન સમારંભ સમયે વડાપ્રધાને ગજબનો વિનોદ કરતાં તેઓનાં પ્રવચનમાં કહ્યું હતું કે, 'આખો વખત મને સાંભળીને જનસામાન્ય કદાચ કંટાળી પણ જતો હશે.'