પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જન ઔષધિ દિવસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેઘાલયના શિલોંગમાં 7500માં જન ઔષધિ કેન્દ્રને દેશને સોંપ્યો. પીએમ મોદીએ કહ્યું કે જન ઔષધિ યોજનાને દેશના ખૂણા ખૂણામાં ચલાવનારા અને તેના કેટલાક લાભાર્થીઓ સાથે મારે જે ચર્ચા થઈ છે તેનાથી સ્પષ્ટ છે કે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનો ખુબ મોટો સાથી બની રહી છે. આ યોજના સેવા અને રોજગાર બંનેનું માધ્યમ બની રહી છે.
પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ કહ્યું કે 1000 થી વધુ જન ઔષધિ કેન્દ્ર તો એવા છે, જેને મહિલાઓ ચલાવી રહી છે. એટલે કે આ યોજના પુત્રીઓની આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપી રહી છે. અઢી રૂપિયામાં સેનેટરી નેપ્કિન મળે છે અને 11 કરોડથી વધુ પેડ્સ વેચાઈ ચૂક્યા છે.