વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરાવીક ગ્લોબલ એનર્જી ડેવલપમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું પુર્ણ વિનમ્રતા સાથે આ સન્માનને ગ્રહણ કરું છું. આ એવોર્ડને હું મહાન માતૃભૂમિ ભારતના લોકોને સમર્પિત કરવા ઈચ્છું છું. હું આ એવોર્ડ ભારતની મહાન પરંપરાને સમર્પિત કરવા ઈચ્છું છું. જેને આપણે પર્યાવરણની સંભાળ રાખવાની શીખ અને રીતો આપી છે.
મહાત્મા ગાંધીના રૂપમાં આપણી પાસે પર્યાવરણનું ધ્યાન રાખનારા એક ચેમ્પિયન હતા. જો તેમને બતાવેલા રસ્તા ઉપર આગળ વધ્યા હોત તો અનેક સમસ્યાનો આજે આપણે સામનો કરવો પડયો હોત નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, આજે દુનિયાનું ધ્યાન ફિટનેસ અને વેલનેસ ઉપર છે. ઓર્ગેનિક અને હેલ્ધી ફૂડની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. ભારત વૈશ્વિક પરિવર્તનને પોતાના મસાલા અને આયુર્વેદિક ઉત્પાદનોથી આગળ વધારી શકે છે. તમને જાણીને ખુશી થશે કે છેલ્લા સાત વર્ષમાં ભારતમાં જંગલ વાળો વિસ્તાર ઘણો વધ્યો છે. જેમાં સિંહ, દીપડા અને અન્ય પ્રાણી, પક્ષીઓની પણ સંખ્યા ઘણી વધી છે. આ બધા જ સકારાત્મક બદલાવના ઉમદા ઉદાહરણ છે.