Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શું તમે જાણો છે કે કોરોના સામેની લડાઇ માટે બનેલા પીએમ કેયર્સ ફંડ (PM CARES Fund)માટે સૌ પ્રથમ દાન પીએમ નરેન્દ્ર મોદીએ (Prime Minister of India Narendra Modi)કર્યું હતું. આ ફંડના ઓડિટેડ એકાઉન્ટમાં પ્રથમ દાન 2.25 લાખ રૂપિયાનું બતાવવામાં આવ્યું છે. આ દાન આપનારનું નામ નથી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે પીએમ કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું હતું ત્યારે પીએમ મોદીએ સવા બે લાખ રૂપિયા દાન આપીને તેની શરૂઆત કરી હતી. પીએમ મોદીની અપીલના કારણે 31 માર્ચ 2020 સુધી પીએમ કેયર્સ ફંડમાં 31 અબજ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. દેશભરમાં વેન્ટિલેટરથી લઈને કોવિડ હોસ્પિટલ નિર્માણમાં પૈસા આપવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે.
દાન આપવાના મામલે પીએમ મોદીનો જૂનો ઇતિહાસ છે. એક એવી પરંપરા તેમણે શરૂ કરી છે જે અંતર્ગત તે જનહિત માટે પોતાના પૈસા દાન કરતા રહ્યા છે. આ જનહિતનું કામ બાળકીઓની શિક્ષા, નમામી ગંગેથી લઈને શોષિત અને વંચિત સમાજ માટે દાન સાથે જોડાયેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા આ કામ શરૂ કરવાથી લઈને અત્યાર સુધી પીએમ મોદી પોતાની બચતથી 103 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ