હાઉડી મોદીની જેમ બેંકોકમાં PM મોદીના સન્માનમાં 'સવાસ્દી PM મોદી' કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. બેંકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં 'સવાસ્દી PM મોદી' કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રાચીન સુવર્ણભૂમિ, થાઇલેન્ડમાં આપ સૌની વચ્ચે છું, તો લાગતું જ નથી કે, ક્યાંક વિદેશમાં છું. આ માહોલ, આ વેશભૂષાના કારણે દરેક જગ્યાએ પોતાનાપણાનો આભાસ મળે છે. તમે ભારતીય મૂળના છો માત્ર એટલા માટે જ નહીં. પરંતુ થાઇલેન્ડના કણ-કણ, જન-જનમાં પણ પોતાનાપણુ નજરે પડે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આખા વિશ્વએ હાલમાં જ દિવાળીનો તહેવાર ઉજવ્યો છે. આજે છઠ્ઠનો મોટો તહેવાર છે. થાઇલેન્ડની આ મારી પહેલી સત્તાવાર યાત્રા છે. ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે થાઇલેન્ડના નવા નરેશના રાજકાળમાં, પોતાના મિત્ર વડાપ્રધાન પ્રયુત્ત ચાન ઓ ચના આમંત્રણ પર હું ભારત-આસિયાન સમિટમાં ભાગ લેવા આવ્યું છું.
PM મોદીએ કહ્યું કે આપણા સંબંધો માત્ર સરકારો વચ્ચે નથી. સરકારોએ તો તેને બનાવ્યા પણ નથી. તેને ઇતિહાસે બનાવ્યા છે. ભગવાન રામની મર્યાદા અને બુદ્ધની કરુણા અમારી સંયુક્ત વિરાસત છે.
PM મોદીએ કહ્યું કે, આ સંબંધો દિલના છે. આત્મા, આસ્થાના છે અને અધ્યાત્મના છે. ભારતનું નામ પૌરાણિક કાળમાં જ જંબુદ્વિપથી જોડાયેલું છે. જ્યારે થાઇલેન્ડ સુવર્ણભૂમિનો ભાગ હતો. થાઇલેન્ડમાં PM મોદીએ કહ્યું કે ભારતની અયોદ્યા નગરી, થાઇલેન્ડમાં આ-યુથ્યા થઇ જાય છે. જે નારાયણે અયોધ્યામાં અવતાર લીધો, તેમના પાવન પવિત્ર વાહન 'ગરુડ' પ્રત્યે થાઇલેન્ડમાં અપ્રતિમ શ્રદ્ધા છે. અમે ભાષાના નહીં. ભાવનાના સ્તરે પણ એકબીજા સાથે ખુબ નજીક છીએ. એટલા નજીક કે ક્યારેક આભાસ પણ નથી થતો. જેમકે આપે મને કહ્યું સવાસ્દી મોદી. સવાસ્દીનો સંબંધ સંસ્કૃતના શબ્દ સ્વસ્તિથી છે. તેનો અર્થ છે, સુ પ્લસ અસ્તિ, એટલે કે કલ્યાણ, આપનું કલ્યાણ થાય. આસ્થા હોય, અમને દરેક તરફ પોતાના નજદીકી સંબંધોના ઊંડા નિશાન મળે છે.
PM મોદીએ કહ્યું કે ભારતમાં 6 દાયકા બાદ એટલે કે 60 વર્ષ બાદ કોઇ સરકારને 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ મોટો મેન્ડેટ મળ્યો છે. 60 વર્ષ પહેલા એકવાર એવું બન્યું હતું. ત્યારબાદ પહેલી વાર એવું થયું છે. તેની પાછળનું કારણ છે ગત 5 વર્ષમાં ભારતની ઉપલબ્ધિઓ. જે કામ કરે છે લોકો તેમની પાસે જ કામ માંગે છે. જે કામ નથી કરતા, લોકો તેના દિવસ ગણતા રહે છે. તેથી મિત્રો, હવે અમે એ લક્ષ્યોને હાંસલ કરવા માટે કામ કરી રહ્યા છીએ જે અસંભવ લાગી રહ્યા હતા. વિચારી પણ નહોતા શકતા.
PM મોદીએ કહ્યું કે આપ સૌ કોઇ એ વાતથી પરિચિત છો કે આતંક અને અલગાવવાદના બીજ વાવનાર એક ખુબ જ મોટા કારણથી દેશને મુક્ત કરવાનું કામ ભારતે કર્યું છે. થાઇલેન્ડમાં રહેતા તમામ ભારતીયને ખબર છે શું કર્યું.
PM મોદીએ કહ્યું કે હાલમાં જ ગાંધીજીની 150મી જયંતી પર ભારતે ખુદને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કર્યા છે. એટલુ જ નહીં, આજે ભારતમાં ગરીબમાં ગરીબનું કિચન ધુમાડાથી મુક્ત થઇ રહ્યું છે. 8 કરોડ ઘરોમાં અમે 3 વર્ષથી ઓછા સમય માટે મફત એલપીજી કનેક્શન આપ્યા છે. આ સંખ્યા થાઇલેન્ડની વસ્તીથી પણ વધારે છે. દુનિયાની સૌથી મોટી હેલ્થકેયર સ્કીમ આયુષ્માન ભારત આજે લગભગ 50 કરોડ ભારતીયોને 5 લાખ રુપિયા સુધી મફત ઇલાજની હેલ્થ કવરેજ આપવામાં આવી રહી છે. 2022માં જ્યારે ભારત આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરશે ત્યારે દરેક ગરીબને પાકુ મકાન મળશે, આ દિશામાં કામ ચાલી રહ્યું છે.
મંચ પર જ્યારે હું આવ્યો તેની થોડીવાર પહેલા ભારતના 2 મહાન સંતો સાથે જોડાયેલા સ્મારક ચિન્હને રિલીઝ કરવાનું મને સૌભાગ્ય મળ્યું. 3-4 વર્ષ પહેલા સંત થિરુવરલની મહાન કૃતિ થિરુકુરાલના ગુજરાતી ભાષામાં અનુવાદને જાહેર કરવાની તક મળી. અને થાઇ ભાષામાં તેનો અનુવાદ જાહેર કરાયો. અઢી હજાર વર્ષ પહેલા આ ગ્રંથમાં જે મૂલ્યોની વાત છે, તે આજે પણ અમારી ધરોહર છે. થિરુવરલજીએ કહ્યું હતું યોગ્ય વ્યક્તિ પરિશ્રમથી જે કમાય છે, તેને બીજાની ભલાઇમાં લગાવે છે.
આસિયાન દેશોની સાથે સંબંધોને પ્રોત્સાહન આપવું અમારી સરકારની પ્રાથમિકતા છે. એર, સી અથવા રોડ કનેક્ટિવીટી, ભારત અને થાઇલેન્ડ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. આજે દર સપ્તાહે લગભગ 30 ફ્લાઇટ બંને દેશો વચ્ચે ચાલી રહી છે. એમણે કહ્યું કે મને એ વાતની ખુશી છે કે આપ સૌ થાઇલેન્ડની ઇકોનોમીને સશક્ત કરવામાં ભૂમિકા નિભાવી રહ્યા છો. ભારત આજે દુનિયાની સૌથી તેજીથી વિકસિત થઇ રહેલી અર્થવ્યવસ્થા છે.
PM મોદીએ કહ્યું કે, અમે આસિયાન દેશોના 1000 બાળકોને IITમાં પોસ્ટ ડોક્ટરેટ ફેલોશિપ આપીશું. અહીંના સ્ટુડન્ટ તેનો વધુમાં વધુ લાભ ઉઠાવે. ગત 5 વર્ષોમાં અમે પ્રયાસ કર્યો છે કે દુનિયાભરમાં ભારતીયોની સાથે સરકાર સંપર્કમાં રહે. તેની સાથે ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડને વધુ ફ્લેક્સિબલ બનાવ્યું છે. અમે નિર્ણય લીધો છે કે OCI કાર્ડ હોલ્ડર ન્યૂ પેન્શન સ્કીમ માટે ખુદને એનરોલ કરી શકે છે.