પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની સમુદ્રી સુરક્ષા પર એક ડીબેટની ડિજિટલ માધ્યમથી અધ્યક્ષતા કરશે. તેનો વિષય 'સમુદ્રી સુરક્ષા વધારવી- આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટેનો કેસ' હશે.
ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે પીએમ મોદી
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં કહ્યું કે, આ ચર્ચામાં યૂએનએસીના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ત્યાંની સરકારોના સામેલ થવાની સંભાવના છે. તેમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારી અને પ્રમુખ પ્રાદેશિક સંગઠનોના પણ સામેલ થવાની સંભાવના છે. પીએમઓએ કહ્યુ- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ ચર્ચાના કેન્દ્રમાં સમુદ્રી અપરાધ અને અસુરક્ષા અને આ ક્ષેત્રમાં સહયોગ વધારવો હશે.