25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. જેમાં દરેક ગામડાઓમાં 100-100 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં જે તે રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. ખેડૂતો સુધી મોદી સરકારની વાત પહોંચાડવા તમામ આગેવાનોને 2-2 દિવસ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા સૂચના આપવામાં આવી છે.