દેશમાં ભાજપે એનડીએના સહારે ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે હવે લોકસભા અધ્યક્ષ પદની પસંદગી કરવાની બાકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે, જે આઠ દિવસ સુધી યોજાશે. આ દરમિયાન 24 અને 25 જૂને નવા સાંસદોનો શપથગ્રહણ સમારોહ અને 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ દિવસે લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે. અધ્યક્ષની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી મંત્રી પરિષદની રજૂઆત કરશે.