કચ્છ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં કચ્છના એક દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતના શીખ ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે. એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.
એક નિવેદન મુજબ, વડાપ્રધાન કેટલાક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે અને કચ્છના ધોરડોમાં ખેડૂતો અને કલાકારો સાથે સંવાદ કરશે. મુખ્ય કાર્યક્રમ અગાઉ તેઓ કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરશે. ભારત-પાકિસ્તાન સરહદ પાસે વસેલા ખેડૂતોને વડાપ્રધાન સાથે સંવાદ માટે આમંત્રિત કરાયા છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને તેની આસપાસ મળીને લગભગ 5000 શીખ પરિવાર રહે છે.