કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકાર ગુરુવારથી કોરોનાના પ્રસારને અટકાવવાના પગલાં અંગે લોકોમાં જાગ્રતિ લાવવાનું અભિયાન શરૂ કરશે.પીએમ મોદી ગુરુવારે ટ્વિટ કરીને કોરોના મહામારી સામે મહા જનઆંદોલનનો પ્રારંભ કરાવશે. આ આંદોલનમાં મુખ્ય ૩ સંદેશ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. માસ્ક પહેરો, હાથ વારંવાર ધુઓ અને ૬ ફૂટનું અંતર રાખો. પીએમ મોદીના નેતૃત્વમાં દેશના તમામ રાજ્યો ગુરુવારથી કોરોના મહામારી સામે મહા જનઆંદોલન શરૂ કરશે. આગામી તહેવારોની સિઝનમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થશે ત્યારે લોકોમાં જાગ્રતિ ફેલાવવા આ અભિયાન શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા ૭૨,૦૪૯ કેસ નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૬૭ લાખને પાર કરી ૬૭,૫૭,૧૩૧ ઉપર પહોંચી હતી. ૨૪ કલાકમાં દેશમાં વધુ ૯૮૬ દર્દીએ જીવ ગુમાવતાં કોરોના મહામારીમાં હોમાયેલા કુલ દર્દીઓની સંખ્યા ૧,૦૪,૫૫૫ થઇ હતી. જોકે છેલ્લા ૨૪ કલાકમાં ૮૨,૨૦૩ દર્દીએ કોરોના વાઇરસને માત આપી હતી. જેના પગલે દેશમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૫૭ લાખને પાર કરી ૫૭,૪૪,૬૯૩ ઉપર પહોંચી ગઇ હતી. દેશમાં કોરોના દર્દીઓમાં રિકવરી રેટ ૮૫ ટકા નોેંધાયો હતો. હાલ દેશમાં કોરોનાથી સંક્રમિત ૯,૦૭,૮૮૩ દર્દી ઘરોમાં અથવા તો હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે.આઇસીએમઆરના આંકડા અનુસાર મંગળવારે દેશમાં ૧૧,૯૯,૮૫૭ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં જેમાંથી ૭૨,૦૪૯ સેમ્પલ પોઝિટિવ આવતાં પોઝિટિવિટી રેટ ૬ ટકા રહ્યો હતો.
કોરોના કન્ટ્રીવાઇડ
કર્ણાટકમાં માસ્ક નહીં પહેરનારનો દંડ ઘટાડાયો
મુંબઇની લોકલ ટ્રેનમાં ડબ્બાવાળા અને કોન્સ્યુલેટ સ્ટાફને મુસાફરીની પરવાનગી
પ.બંગાળમાં દુર્ગાપૂજા બાદ કોરોના વકરે તેવો ભય ડોક્ટરોએ વ્યક્ત કર્યો
આઇસીએમઆર એ સબસિડી પાછી ખેંચતા મેઘાલયમાં વિનામૂલ્યે ટેસ્ટ નહીં થાય
ઝારખંડમાં ગુરુવારથી મંદિરો ખોલવાની પરવાનગી