ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. ચાર રાજ્યમાં ભવ્ય જીત મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (11 માર્ચ 2022) પોતાના વતન ગુજરાતમાં આવવાના છે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી ઉપરાંત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ પણ આજે બપોરે ચાર કલાકે અમદાવાદમાં આવી રહ્યા છે. એટલે, એવું કહીએ તો ખોટું નહીં કે, તેઓ ચાર રાજ્યમાં ચૂંટણીની જીતની ઉજવણી ગુજરાતમાં કરશે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ચાર રાજ્યમાં જીત બાદની પીએમ મોદીની આ ગુજરાત મુલાકાત ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરશે.