દેશમાં યુવાનોને રોજગારી આપવાના અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી નોકરી મેળવનારા ૭૧,૦૦૦ લોકોને નિમણૂક પત્ર આપશે અને તેમને સંબોધન કરશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે.
વડાપ્રધાન મોદીએ આ જ વર્ષની શરૃઆતમાં ૧૮ મહિનાની અંદર ૧૦ લાખ નોકરીૂ આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારના રોજગાર મેળાના ભાગરૃપે આ નિમણૂક પત્ર આપવામાં આવશે.