વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા 13 મેના રોજ પીએમ મોદી વારાણસીમાં રોડ શૉ કરશે. તમને જણાવી દઈએ કે વારાણસી લોકસભા સીટ માટે 1 જૂન 2024ના રોજ મતદાન થશે. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પીએમ મોદીના રોડ શૉ અને નોમિનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.