પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષની દિવાળી સેનાના જવાનો જોડે મનાવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી છેલ્લા આઠ વર્ષથી સેનાના જવાનો જોડે દિવાળીનો તહેવાર ઉજવતાં આવ્યાં છે.આ પહેલા તેઓ બદ્રીનાથ અને કેદારનાથનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલાં કેદારનાથ જશે જયાં તેઓ પૂજા કરશે અને ત્યાં ચાલી રહેલા વિકાસના કામોનું નિરિક્ષણ કરશે. ત્યારબાદ તેઓ બદ્રીનાથ જશે અને માસ્ટર પ્લાન હેઠળ ચાલી રહેલી પરિયોજનાની જાણકારી લેશે. મળતી માહિતી મુજબ તેઓ ૨૧ ઓકટોબરના રોજ બદ્રીનાથ-કેદારનાથ જશે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને લઈને જિલ્લા તંત્રએ એક અઠવાડિયા પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.