વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમથી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરશે. દેશ અને દુનિયાને સારા સ્વાસ્થ્યનો સંદેશ આપવા માટે ચલાવવામાં આવી રહેલા આ કેમ્પેઈનનું ઉદ્ધાટન પીએમ મોદી સવારે 10 કલાકે કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી દેશના લોકોને ફિટનેસ પર સંદેશ આપશે અને ફિટનેસ બનાવવાના શપથ લેવડાવશે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનું દેશની કોલેજોમાં સીધુ પ્રસારણ કરવામાં આવશે. આ સાથે જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર દેશભરમાં અનેક જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મૂવમેન્ટ હેઠળ શાળા કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવશે. શાળા અને કોલેજોમાં ખેલ કૂદની સુવિધાઓ વધારવામાં આવશે. શાળા અને યુનિવર્સિટીઓએ 15 દિવસનો ફિટનેસ પ્લાન આપવાનો રહેશે અને આ ફિટનેસ પ્લાન વેબસાઈટ પર બતાવવો પડશે.