વડાપ્રધાન મોદી 8 અને 9 જુલાઈએ રશિયાના પ્રવાસે છે. PM મોદીની મોસ્કોયાત્રાને રશિયા-ભારતના મજબૂત સંબંધના સંદર્ભમાં પણ જોવાઈ રહી છે. વડાપ્રધાન મોદીનો રશિયા પ્રવાસ મહત્વનો બની રહેશે. વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં આ રશિયાની પ્રથમ મુલાકાત છે. ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ આ તેમની પહેલી રશિયાની યાત્રા છે.પશ્ચિમ દેશોના દબાણ છતાં યુક્રેન હુમલા મુદ્દે ભારતે પોતાના જૂના સહયોગી રશિયાની ખૂલીને ટીકા નથી કરી. જોકે સંઘર્ષ ખતમ કરવાનું સતત આહવાન કર્યું છે.