વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિપથ યોજનાને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે યોજના વિશે કહ્યું કે, આ એક પરિવર્તનકારી નીતિ છે, જે ભવિષ્યમાં સુરક્ષા બળોને વધુ મજબૂત બનાવવાની બાબતે ગેમ ચેન્જર સાબિત થશે. વડાપ્રધાને આ નિવેદન ત્રણે સેનામાં ભરતી થયેલા અગ્નિવીરોની પ્રથમ બેચને વીડિયો કોન્ફેરન્સ સંબોધન દરમિયાન આપ્યું હતું.