ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાયોસની બે દિવસની મુલાકાતે આજે સવારે અહીંયા આવી પહોંચતા વિમાન ગૃહે તેઓનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું, તેઓને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના ગૃહમંત્રી વિલયપોંગ બૌદ્ધયામે આવકાર્યા હતા. તે સમયે પણ ત્યાં ઉપસ્થિત ભારતવંશીઓએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. તે પછી મોદી હોટેલ ડબલ ટ્રી પહોંચ્યા ત્યારે ભારતવંશીઓએ લાઓશ્યન રામાયણના કાંડોના કેટલાક ભાગોને કેન્દ્રમાં રાખી નૃત્ય નાટિકા દ્વારા સ્વાગત કર્યું હતું.