Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સોશ્યલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે યથાવત રહ્યા છે.  ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન ટ્વિટર, ગુગલ સર્ચ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મમાં સૌથી વધુ સર્ચ તેમને સંબંધિત થઈ છે. ચેકબ્રાન્ડની રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ચેકબ્રાન્ડ નામની ઓનલાઇન સર્ચનું વિશ્લેષણ કરતી કંપનીએ આ વર્ષે ઓગસ્ટ અને ઓક્ટોબરની વચ્ચે ટોચનાં 95 રાજકીય નેતાઓ તેમ જ ટોચના 500 પ્રભાવશાળી લોકો સંબંધિત થયેલી ઓનલાઇન સર્ચનું વિશ્લેષણ હાથ ધર્યું હતું.   
રિપોર્ટમાં જણાવાયું છે કે, ગયા ત્રિમાસિક સમયગાળામાં  ટ્વિટર, ગુગલ સર્ચ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સર્વાધિક 2,171 ટ્રેંડ વડાપ્રધાન મોદી સાથે સંકળાયેલા હતા, ત્યારબાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીના 2137  ટ્રેંડ જોવા મળ્યા હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ