વડાપ્રધાન મોદીનું મોસ્કોમાં ઉષ્માભેર સ્વાગત કરાયું. મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને ગળે લગાવીને હર્ષોલાસ સાથે સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ આવાસ પર વડાપ્રધાન મોદી અને પુતિને સાથે રાત્રિભોજન લીધું. પુતિનના આવાસ પર યોજાયેલા આ પ્રાઈવેટ ડિનરમાં બન્ને દેશના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ પુતિનને સંબોધીને કહ્યું કે તમે મને તમારા ઘરે આમંત્રણ આપ્યું. મને તમારા ઘરે આમંત્રિત કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું" તો રશિયના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને આવકારતા કહ્યું કે..તમને આમંત્રિત કરીને આનંદ અનુભવું છું.