વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલમાં G-20 સમિટની બાજુમાં ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વાટાઘાટોનું ધ્યાન સંરક્ષણ, સુરક્ષા, વેપારને પ્રોત્સાહન અને ટેકનોલોજીના વિકાસ પર હતું. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઈટાલીની મિત્રતા સારા ભવિષ્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'રિયો ડી જાનેરો G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળીને આનંદ થયો. બેઠક દરમિયાન સંરક્ષણ ક્ષેત્ર, વ્યાપાર વિકાસ અને ટેક્નોલોજીના પ્રમોશન પર ચર્ચા કરવામાં આવી હતી. અમે સંસ્કૃતિ, શિક્ષણ અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાની રીતો પર પણ ચર્ચા કરી. ભારત-ઇટાલી મિત્રતા વધુ સારા વિશ્વના નિર્માણમાં મોટો ફાળો આપી શકે છે.