કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને 'ટેમ્પો બિલિયોનર્સ'ના 'કઠપુતળી રાજા' ગણાવ્યા હતા. આ સાથે તેમણે અદાણી-અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને કાળુ નાણું મોકલ્યું હોવાના નરેન્દ્ર મોદીના આક્ષેપો પર વળતો હુમલો કર્યો હતો. બીજીબાજુ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને પાકિસ્તાનના ટૂકડા કરી દેનારા દિવંગત પીએમ ઈન્દિરા ગાંધી પાસેથી શિખવાની સલાહ આપી હતી.
દેશના ટોચના ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને કાળુ નાણું આપ્યું હોવાનો પીએમ મોદીએ સવાલ કર્યો હતો ત્યારે હવે રાહુલ ગાંધી તેમના પર વળતો હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી. તેઓ રાજા છે. તેઓ 'ટેમ્પો બિલિયોનર્સ'ના હાથમાં દોર હોય તેવા 'કઠપૂતળી રાજા' છે.