વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન સુરત (Surat) , અમદાવાદ અને ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સિટી સુરતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. PM મોદી સુરત મહાનગર પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વોટર સપ્લાય, ડ્રેનેજ નેટવર્ક, રોડ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 લોકેશન પર ઇ-ચાર્જિંગ સ્ટેશન અને સાયન્સ સેન્ટરમાં ખોજ મ્યુઝિયમ ખુલ્લું મુકશે. આ પ્રોજેક્ટો પાછળ પાલિકાને 1247 કરોડનો ખર્ચ થયો છે. ઉપરાંત ખજોદમાં ડ્રીમ સિટી ખાતે આધુનિક સુવિધા તેમજ CCTV મોનીટરિંગ સિસ્ટમ સહિતની સુવિધા લોકો માટે ખુલ્લી મુકાશે.