પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓ માટે એક પ્રમુખ 'તીર્થસ્થળ' કુશીનગરમાં 260 કરોડ રૂપિયાનાં ખર્ચે 589 એકરમાં બનેલાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું બુધવારે સવારે ઉદ્ધાટન કર્યું છે. તેમણે કહ્યું કે, કુશીનગર આંતરાષ્ટ્રીય એરપોર્ટ ની આ સુવિધા એક પ્રકારે બૌદ્ધ સમાજની શ્રદ્ધાને અર્પિત પુષ્પાંજલિ છે. પ્રધાનમંત્રી તેમની આ યાત્રા દરમિયાન રાજકીય મેડિકલ કોલેજ સહિત 12 અન્ય પરિયોજનાઓ માટે શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ , કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણાં રાજનેતા હાજર રહ્યાં.