પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના એક ભાગનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાનપુર પાસે ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા વચ્ચે બનેલા 351 કિલોમીટર લાંબા કોરિડોરને દેશને સમર્પિત કર્યો. આ અવસરે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતીય રેલવેના ગૌરવશાળી ભૂતકાળને 21મી સદીની નવી ઓળખ આપનારો છે. ભારત અને ભારતીય રેલવેનું સામર્થ્ય વધારનારો છે. આજે આપણે આધાદી બાદનો સૌથી મોટો અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાકાર થતો જોઈ રહ્યા છીએ. આજે જ્યારે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ઉત્તમ કનેક્ટિવિટી દેશની પ્રાથમિકતા છે. આ સોચ સાથે ગત 6 વર્ષથી દેશમાં આધુનિક કનેક્ટિવિટીના દરેક પહેલુ પર ફોકસ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.