અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે. આ સ્ટેડિયમ ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે આ ઉદ્દઘાટન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અહીં દેશની ભાતિગળ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. પીએમ મોદીએ સૌપ્રથમવાર ગુજરાત માં આયોજિત થઈ રહેલી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે. આ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી છે. અહીં ગરબા સહિત વિવિધ નૃત્યનું આયોજન કરવામાં આવ્યુ છે.