ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે પીએમ મોદી (narendra modi) સીધા કેવડિયા પહોંચ્યા છે.જ્યાં તેઓ 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે.
આરોગ્ય વનનું કર્યુ ઉદઘાટન
17 પ્રોજેક્ટ્સમાંથી એક એવા આરોગ્ય વનનું સૌથી પહેલા પીએમ મોદીએ ઉદઘાટન કર્યું. પ્રકૃતિ પ્રેમી એવા પીએમ મોદીએ ખાસ સમય ફાળીને આરોગ્ય વનની માહિતી મેળવી હતી. તેમણે કેટલાક આરોગ્યપ્રદ વૃક્ષો અને પ્લાન્ટ્સની માહિતી મેળવી હતી. ઔષધિય પ્લાન્ટ્સ વિશે પણ પીએમ મોદીએ મેળવી હતી. માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.