વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે ભારતની બ્રહ્મોસ મિશાઇલ દુનિયાની પસંદ બની રહી છે. અનેક દેશો ભારતના ફાઇટર પ્લેનમાં રસ દાખવી રહ્યાં છે. આપણે 75થી વધુ દેશોને રક્ષા સાધનો એક્સપોર્ટ કરી રહ્યાં છીએ’. વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. હવે તેઓ અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.