વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 77માં સ્વતંત્રતા દિવસ પર્વ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. દરમિયાન વડાપ્રધાન મોદી નવા લુકમાં જોવા મળ્યા છે. તેમણે રાજસ્થાની પાઘડી પહેરી છે. દરેક સ્વતંત્રતા દિવસ પર તેઓ એક અલગ જ લુક અને પાઘડી સાથે જોવા મળે છે. મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો. મોદી લાલ કિલ્લા પરથી 10મી વખત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.