વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલામાં આયોજિત 'ગરીબ કલ્યાણ સંમેલન' કાર્યક્રમમાં ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના રૂ. ૨૧,૦૦૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એનડીએ સરકારના શાસનના આઠ વર્ષ પૂરા થવાની ઊજવણીના પ્રસંગે શિમલામાં એક રોડ શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ સાથે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એવી સમસ્યા ઉકેલી રહી છે કે જે અગાઉ કાયમી સમસ્યા માનવામાં આવતી હતી. અમે મતબેન્ક માટે નહીં પણ નવા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. મારી પાસે ૧૩૦ કરોડ ભારતીયોનો પરિવાર છે અને આ જીવન પણ તેમના સૌના માટે છે.