આજે વડાપ્રધાન મોદીએ ગુજરાતીઓને સુરત અને અમદાવાદના ફેઝ 2 મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને બે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ 17મી જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજે સવારે 10.30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો શુભારંભ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર તથા સુરતના ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાનારા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. હરદીપસિંહ પુરી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.