Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર વિજય પથ પર આગળ વધવા તૈયારી કરી રહ્યો છે. ભાજપને આશા છે કે મોદીના નેતૃત્વમાં તેઓ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં જીતવામાં સફળ રહેશે. આ વખતે ભાજપે 400 પારનું લક્ષ્ય રાખ્યું છે. જોકે લોકસભા 2024 ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડા વગેરેની હાજરીમાં આજે ભાજપનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર (Sankalp Patra) જાહેર કરવામાં આવ્યો.

ભાજપના 'સંકલ્પ પત્ર'માં વડાપ્રધાન મોદીએ લોકોને આ ગેરંટી આપી.

• 3 કરોડ વધુ નવા મકાનો બનાવશે.

• અમે તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ મળી રહે તે દિશામાં કામ કરીશું.

• અમે વીજળી બિલને શૂન્ય કરવા તરફ કામ કરીશું, પીએમ સૂર્યઘર વીજળી યોજના શરૂ કરવામાં આવશે.

• ઘરે મફત વીજળી, વધારાની વીજળીના પૈસા પણ મળશે.

• મુદ્રા યોજનાની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી.

• પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે.

• ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે

70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશેઃ વડાપ્રધાન મોદી

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'હવે અમે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ, દરેકને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે.

મફત રાશન યોજના (PMGKAY) આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે 'અમારું ધ્યાન જીવનની ગરિમા (Dignity of Life), જીવનની ગુણવત્તા (Quality of Lives) અને રોકાણ દ્વારા નોકરીઓ પર છે. મોદીની ગેરંટી છે કે મફત રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. અમે સુનિશ્ચિત કરીશું કે ગરીબોને આપવામાં આવતો ખોરાક પૌષ્ટિક, સંતોષકારક અને સસ્તો હશે.

ભાજપનું 'સંકલ્પ પત્ર' યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને સશક્ત બનાવે છેઃ વડાપ્રધાન મોદી

ભાજપના મેનિફેસ્ટોનું અનાવરણ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આજે ખૂબ જ પવિત્ર દિવસ છે. દેશના ઘણા રાજ્યોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે, નવરાત્રીના છઠ્ઠા દિવસે, આપણે માતા કાત્યાયનીની પ્રાર્થના કરીએ છીએ. તેના બંને હાથમાં કમળ છે. આ સંયોગ બહુ મોટો છે, આજે આંબેડકર જયંતિ પણ છે. આખો દેશ ભાજપના 'સંકલ્પ પત્ર'ની રાહ જોઈ રહ્યો છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે છેલ્લાં 10 વર્ષમાં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરાના દરેક મુદ્દાને જમીન પર ગેરંટી તરીકે લાગુ કર્યા છે. આ 'સંકલ્પ પત્ર' વિકસિત ભારતના તમામ ચાર મજબૂત સ્તંભોયુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને સશક્ત બનાવે છે.

સંકલ્પ પત્રની થીમ શું છે? 

ભાજપે જાહેર કરેલા આ સંકલ્પ પત્રની થીમ લાઈન છે 'મોદીની ગેરન્ટી છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની'. ભાજપ દરેક ક્ષણે દેશ માટે 24x7 for 2047'.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ